હુ તમને ઓળખતો નથી

અત્યરે દીકરા મોટા થાય, વધારે કમાઈ અને વધારે ને વધારે કમાઈ લેવામાં માં-બાપ ને ભૂલી જાય છે. ઘર ની બહાર કાઢે છે ત્યારે હવે માં-બાપ એ આવા દીકરા નું સુ કરવું જોઈએ એ કદાચ આ વાર્તા માંથી શીખવા જોઈએ

 

આ વાત ભાવનગર ના એક કુટુંબ ની છે. કુટુંબ માં પપ્પા મમ્મી એક દીકરો અને એક દીકરી। મમ્મી પપ્પા ગવરમેન્ટ નોકરી કરતા હતા. બંને છોકરા ને ભણાવ્યા। દીકરી ને તો ડૉક્ટર બનાવી। દીકરો પણ રાજકોટ માં સારી નોકરીએ લાગી ગયો. છોકરા મોટા થયા અને પરણાવી દીધા। દીકરા ની નોકરી રાજકોટ માં એટલે એ ત્યાં સેટલ થઇ ગયો.

 

સમય જતા ક્યાં વાર લાગે છે. માં બાપ ની નોકરી પુરી થઇ અને રિટાયર થયા. બને એ  વિચાર્યું હવે દીકરા જોડે જય ને શાંતિ થી રહશે અને ભગવાન ભજશે।  ભાવનગર થી રાજકોટ ગયા અને ઘરે પહોંચ્યા। બહાર થી ડોરબેલ વગાડી। દીકરા એ દરવાજો ખોલ્યો અને પૂછ્યું કોણ?  ક્યાંથી આવોછો? એની માં થયું મજાક કરે છે એટલે કે ચાલ મજાક છોડ અને અમને ઘર માં જવાદે। દીકરો ના પાડે છે હું તમને ઓળખતો જ નથી તો ઘર માં ક્યાંથી આવવા દવ.

 

માં બાપ ત્યાંથી જ પાછા ફરે છે ભાવનગર। ગવરમેન્ટ પેંશન આવતું હતું એટલે ભાવનગર માં ચાલતું હતું। એમના આવા સમય માં એની દીકરી એમનું ધ્યાન રાખતી। 10-12 દિવસે ભાવનગર આટો મારતી। આજે માં બાપ માટે દીકરી એમનો દીકરો બની હતી. સમય આમને આમ ચાલ્યો જતો હતો.

 

દીકરા ના દીકરા મોટા થયા અને ભણતર નો ખર્ચો વધતો ગયો. પોતાના દીકરા ને વધારે ભણાવા વિદેશ મોકલવો હતો।  પૈસા નો તૂટો હતો.

પૈસાની  જરૂર હતી એટલે છોકરો હવે ભાવનગર જાય છે. મમ્મી પપ્પા ને પેંશન આવતું હતું એટલે અમને બચત કરી હતી. છોકરો  ઘરે પહોંચે છે. ઘરમાં ગર્તા જ તેના પપ્પા બોલે છે તમે કોણ ભાઈ? અને આમ ઘરમાં કેમ ઘૂસો છો. કોનું કામ છે તમારે? દીકરો બધી વાત કરે છે પૈસાની જરૂર છે એમ. પપ્પા ના પડે છે. અને કહે છે કે  “હું તમને ઓળખતો જ નથી પૈસાની વાત તો બાજુ માં રહી. અમારે કોઈ છોકરો હતો જ નહિ. અમે તો વાંજીયા છીએ. એક દીકરી હતી એજ  અમારા માટે હવે અમારો છોકરો છે.” ઘણી વાત થઇ છે પણ પપ્પા ના પડે છે અને છોકરા ને ઘરની બહાર કાઢે છે.

 

એક બે દિવસ ગયા. માં બાપ નો જીવ તો માં બાપ નો જીવ હોઈ. પોતાના પૌત્ર નું એકેય વાર મોઢું પણ નથી જોયું પણ એની ની ચિંતા થઇ અને છોકરી મારફતે જેટલી થઇ એટલી સહાય કરે છે. પણ આ જીવન એ  એમના છોકરાનું મોઢું નથી જોતા। અને પાછો છોકરો પણ એટલું થયા પછી પણ જાણે કઈ નો થયું હોઈ એમ માં બાપ ને ભૂલી જય છે.

ખબર નહિ આવા છોકરા મોટા થઇ પછી એમની જાત ને સુ સમજે છે. એમની સાથે આવું જ થવું જોઈએ અને આવું જ કરવું જોઈએ. તમે વધારે કમાઓ છો. તમે એ વિચારો તમને વધારે કમાતા કાર્ય કોને ? ભણાવ્યા કોને? કદાચ તમે પોતાના પૈસા થી મકાન લઇ લીધું હશે પણ એ મકાન લેવાં સુધી પહોંચાડ્યા કોને? અત્યારે તમારી પાસે તમારું ઘર છે પણ તમારું બાળપણ જે ઘર માં ગયુ એ ઘર ની એક ઈંટ પણ તમારી હતી ખરી? છતાં તમને તમારા મમ્મી પપ્પા એ તો ઘર ની  બહાર નોતા કાઢ્યા અને વિચારો, જો  કાઢ્યા હોત તો તમારી અત્યારે સુ દશા હોત.

-મૌલીક પટેલ

Leave a Reply

%d bloggers like this: