સરદાર પટેલ ની એક નાની વાત

1937 ની આઝાદ ચળવળ માં કામ કરી ચૂકેલ એક પ્રતિષ્ઠિત માણસ અને એનું વતન એ વખત નું પેશાવર નું એક ગામ. દેશ ને આઝાદી મળી પછી એ  તેના ગામ જાય છે. ઘર ના દરવાજા ખોલી સાફ સફાઈ કરે છે ત્યાં તેને આઝાદી માં અંગ્રેજો સામે લડવા માટે રાખેલી બંધુક એન્ડ હથિયાર મળે છે હથિયાર જોઈ એને એમ  થઇ છે કે હવે મારે એની જરૂર નથી. હવે તો ભારત દેશ આઝાદ થઇ ગયો, ભારત અને પાકિસ્તાન અલગ થઇ ગયા છે તો મારે આ હથિયાર પાકિસ્તાન સરકાર ને જમા કરાવી દેવા જોઈએ. આમ વિચારી  હથિયાર જોડે લઇ નજીક ના પોલીસ સ્ટેશન માં જાય છે.

પાકિસ્તાન સાથે દુઃશ્મની તો પહેલાથી જ હતી, એટલે ત્યાં ના કોઈ અધિકારી ને આમ થયું કે આ માણસ ભારત થી આવ્યો છે તો તેને ગમે તેમ કરી ને પાછો જવા નો દેવો। ગેરકાદેશર હથિયાર રાખવાના કેશ માં પેલા  માણસ ને ફસાયો અને જેલ માં નાખી દેવામાં આયો।

હવે પેલા માણસ મહેકમ ચંદ ખન્ના વિચારે છે કે અહીં થી નીકળવું કેમ એટલે જેલ માંથી એ વખત ના ભારત ના વડાપ્રધાન ને પત્ર લખે છે કે

“ભારત ના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ને જાણવામાં આવે કે મને અહીં ખોટી રીતે ગેરકાયદેશર હથિયાર રાખવા ના કેસ માં જેલ માં પુરી દેવામાં આવ્યો છે. તો જરૂરી પગલાં લેવા વિનંતી। “

પત્ર ભારત માં વડાપ્રધાન ને મળે છે। પત્ર વાંચી જવાહરલાલ નહેરુ ને એમ લાગ્યું આતો ખોટું થઇ રહ્યું છે. એટલે મહેકમ ચંદ ને છોડવા માટે એ વખત ના પાકિસ્તાન ના વડાપ્રધાન લિઆત અલી ખાન ને એક પત્ર લખે  છે,

“પાકિસ્તાન ના વડાપ્રધાન ને જાણવામાં આવે કે મહેકમ ચંદ નામ ના માણસ ને એક ખોટા કેસ માં જેલ માં પુરી દેવામાં આવ્યા છે એ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે ભારત સરકાર સાથે જોડાયેલા છે તો અમને છોડી દેવામાં આવે “

પત્ર, ફ્રેન્ચ ના એક માણસ એન્થોની  જે ભારત સરકાર માં કામ કરતા હતા એમની સાથી પાકિસ્તાન મોકલ્યો. એન્થોની પાકિસ્તન જય લિઆત અલી ખાન હાથ માં પત્ર આપે છે. પત્ર વાંચી ને લીઆત અલી ખાન બોલ્યા “ આ મામલો/કેસ અમારો નથી ગૃહમંત્રાલય નો છે તમે ત્યાં જાવ.  એન્થોની ગૃહમંત્રાલય માં જય પત્ર વંચાવે છે. ત્યાં ના એક અધિકારી કહે છે “આ કેસ જેતે જિલ્લા ના પોલિશ સ્ટેશન નો છે તમે ત્યાં જાવ” એન્થોની જેતે જિલ્લા ના પોલીસ સ્ટેશન માં જય છે અને પત્ર આપે છે પણ ત્યાં પણ કોઈ એમની વાત સાંભળતું નથી।  3 દિવસ એન્થોની અમથી આમ ફર્યા પછી ભારત પરત આવે છે। અને જવાહરલાલ નહેરુ ને કહે છે 3 દિવસ સુધી મને પાકિસ્તાન સરકારે આમ થી આમ ફેરવ્યો પણ કોઈ સાંભળવા કે મહેકમ ચંદ ને છોડવા તૈયાર નથી।

એન્થોની જયારે જવાહરલાલ નહેરુ ને આ વાત કહેતા હોઈ છે ત્યારે થોડેક દૂર બાજુમાં ઉભેલા સરદાર આ વાત સાંભળી જાય છે।  એન્થોની ને નજીક જય કહ્યું ” સુ કહ્યું ભારત ના વડાપ્રધાન ના પાત્ર નો કોઈ જવાબ નથી ?”

ખિસ્સા માંથી એક કાગળ કાઢી ને 2 જ લાઈન લખે છે

“લિઆત અલી ખાન ને માલુમ કરવામા આવે કે, મહેકમ ચંદ ને  24 કલાક માં ભારત પાછા મોકલવા માં આવે નહીતો તમારા ઘણા સગા ભારત માં રહે છે”

“ઓછું બોલવું પણ તાકાત વાળું બોલવું” એ સરદાર હતા

પત્ર લઇ એન્થોની પાકિસ્તાન જય લીઆત અલી ખાન ના હાથ માં પત્ર આપે છે અને 18 મી કલાકે મહેકમ ચંદ દિલ્હી માં એરપોર્ટ પર હાજર  હોઈ છે।

સરદાર પટેલ ને 56 ની છાતી વાળા કેમ કહેવામાં આવે છે એનું એક નાનું ઉદાહરણ।

 

Leave a Reply