લોકો આજે કેટલુ ફોરવૉર્ડ કરતા થઇ ગયા

લોકો આજે કેટલુ ફોરવૉર્ડ કરતા થઇ ગયા

જોક્સ તો કહેવામાં માજા છે, કોઈ કહે તો સાંભળવામાં માજા છે,
લોકો જોક્સ ફોરિવૉર્ડ કરતા થઇ ગયા,

અભિનંદન , આશીર્વાદ, શુભ સવાર એ કહેવામાં માજા છે,
જાતે લખતા હતા ત્યાં સુધી પણ વાંધો નહોતો
પણ લોકો હવે એ પણ બીજાનું ફોરિવૉર્ડ કરતા થઇ ગયા છે

ઇમોજીસ એ તમારા હાલ હાવભાવ બતાવવા માટે છે,
પણ લોકો સ્માઈલ ગુસ્સો અને હાવભાવ ફોરિવૉર્ડ કરતા થઇ ગયા

સાંભળ્યું હતું કે ભગવાન તો મંદિર માં હોઈ છે દરેક માણસ માં હોઈ છે
પણ હવે લોકો તો ભગવાન ને ફોરિવૉર્ડ કરતા થઇ ગયા

ફોટો અને સેલ્ફી ફોરિવૉર્ડ કરો એમાં કઈ વાંધો નથી
પણ લોકો હવે બીજા ના ન બનવાના પ્રસંગ અને વાતો ફોરિવૉર્ડ કરતા થઇ ગયા

બધું ફોરવૉર્ડ થતુ ગયું એમાં વાંધો કઈ નહોતો,
પણ હવે તો લોકો મા બાપ ને ઘર માંથી ફોરિવૉર્ડ કરતા થઇ ગયા.

લોકો આજે બધું ફોરવૉર્ડ કરતા થઇ ગયા

Leave a Reply

%d bloggers like this: