યાદો કે જે મોઢા પર સ્મિત લાવી દેશે

“યાદો કે જે મોઢા પર સ્મિત લાવી દેશે”

👉”કૉલેજ લાઈફ” શબ્દ સાંભળતા જ એક સ્મિત આવી જાય મોઢા પર,😁 અને જો આંખ માં પાણી આવે 😢 તો સમજી લેવું કે આ નોટે તો બવ ગુલ્લી મારી તી. 😜
લગભગ 3 વર્ષ પહેલા બધા એક સ્થળ પર પહોંચવા ભેગા થયા તા,👥 અને જયારે પહોંચી ગયા ત્યારે ખબર પડી કે એ સ્થળ કરતા તો એનો રસ્તો મજાનો હતો.🙌 જેને થોડાક સમય પહેલા ઓળખતા પણ નતા એ આજે આપણા જીવન ના એક અમૂલ્ય સભ્ય બની ગયા. 😊
પહેલા દિવસ ની એ ગભરાહટ 😖 કે કોણ કેવું હશે? કોઈ ઓળખીતું હશે કે નઈ? કોણ જાણે કોણ કેવું હશે? અને જોત જોતામાં જ બધા મિત્રો બની ગયા.🙋
મસ્તી, ધમાલ,🎊 નાની નાની વાત પાર પાર્ટી માંગવાની,👏 ભેગા થઇ ને એક ની ખેંચવાની,👑 ક્લાસ બંક મારવાના, ચાલુ ક્લાસ એ કોમેન્ટ પાસ કરવાની,📖 એક બેન્ચ પર 5-5 લોકો એ બેસવાનું, એક ટિફિન માં થી 5-7 લોકો એ નાસ્તો કરવાનો,📤 નાસ્તો મંગાયા પછી પૈસા કોણ આપશે એની મગજમારી કરવાની,
એક નોટ તો એવી હોય જ જે હોય તો એની મજાક જ બને,🐓 પણ એ ના હોય તો કોઈને ના ગમે,તો કોઈ એવું હોય કે જેને 10 વાગ્યે મળવું હોય તો 9 વાગ્યા નો ટાઈમ આપવો પડે, પણ જયારે કોઈ એક ને પ્રોબલેમ થાય ત્યારે બધા કહે “તું ચિંતા ના કર અમે બેઠા છીએ.”😊
એસાઇન્મેન્ટ ની આગલી રાત જાગવાનું,🕑 એક બીજા ને ફોન કરવાના,📱 એક બીજા ને એસાઇન્મેન્ટ ના ફોટા મોકલવાના,📲 અને જયારે એસાઇન્મેન્ટ ચેક થાય ત્યારે આખા ક્લાસ નું એસાઇન્મેન્ટ સરખું જ નીકળે,📝 પ્રોજેક્ટ ની મગજમારી,આખી રાત જાગી ને પ્રેઝનટેશન બનાવવાની,🕐 પ્રેઝનટેશન પહેલા ની ચિંતા, અને પ્રેઝનટેશન પછી ની પાર્ટી, પરીક્ષા ની આગલી રાતે જાગવાનું,🕒 IMP મંગાવાના,📝 રાતે એક બીજા ને ફોન કરી ને હેરાન કરવાના. પછી જે પરીક્ષા આપી ને છેલ્લું બહાર નીકળે એની પાસે થી પાર્ટી માંગવાની, અને એવા બવ બધા કિસ્સા જે યાદો ના કબાટ માં સાચવી ને મૂકી દેવાના.📦
કોઈ ને પોતાના લાઈફ ટાઈમ મિત્રો મળે તો કોઈને લાઈફ પાર્ટનર,😘 જોત જોતા માં આ 3 વર્ષ પસાર થઇ ગયા કઈ ખબર જ ના પડી,😞 અને હવે બધ્ધા પોત પોતાના જીવન માં પાછા જતા રહેશે,😓 એ કોલેજ ના મિત્રો બસ ખાલી ફોન ના કોન્ટેક્ટ બની ને રહી જશે,😭 અને હશે તો બસ થોડીક યાદો કે જે મોઢા પર સ્મિત લાવી દેશે.😋
(Unknow Source)

Leave a Reply

%d bloggers like this: