ઇન્ડિયન આર્મી ને સૌથી મોટુ દાન

1965 ભારત  પાકિસ્તાન સામે નું યુધ્ધ  જીતી ગયું હતું। આખા ભારત માં જાણે દિવાળી હોઈ તેવો માહોલ હતો. ભારતીય લોકો હજુ યુદ્વ નો મહોત્સવ ઉજવી પણ નહોતા રહ્યા ત્યારે બીજી બાજુ ચીન તેબેટ બોર્ડર પર આક્રમણ ની તૈયારી કરી રહ્યું હતું। તિબેટ હડપી લેવા દાદાગીરી સારું કરી દીધી। યુદ્ધ માટે ધમકી આપવાનું ચાલુ કરી દીધું।

અપડે હજુ એક યુદ્ધ માંથી બહાર નિકળયા હતા ત્યાં બીજી બાજુ ચીન સાથે યુદ્ધ ની સંભાવના આપડા માટે સારી વાત નહોતી। આપડા સૈનિક હજુ એક યુદ્ધ માંથી બહાર આવ્યા ન હતા જયારે ચીન નું સૈન્ય ભારત સાથે યુદ્ધ કરવા એકદમ તૈયાર હતું। પરિસ્થિતિ એકદમ ખરાબ હતી

ભારત પાસે એ સમયે નાણાકીય  કટોકટી  હતી એટલે એ સમય  ના વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી એ ભારત ના નાગરિકો ને અપીલ કરી હતી કે જે થઇ એ દાન કરવા વિનંતી। બધા પોતપોતાની શક્તિ પ્રમાણે દાન આપી રહ્યા હતા.

એક દિવસ લાલ બહાદુર શાસ્ત્રી રેડિયો પર દાન આપવા અપીલ કરી રહ્યા હતા। ત્યારે એ વખત ના હૈદરાબાદ ના નવાબ મીર ઓસમન અલી ખાન તેમને સાંભળી રહ્યા હતા. ભારતીય સેના ને પૈસાની કટોકટી છે એ સાંભળી નવાબે તરત લાલ બહાદુર શાસ્ત્રી ને હૈદરાબાદ આવવા આમંત્રણ આપ્યું। લાલ બહારદુર શાસ્ત્રી ને ખબર હતી હૈદરાબાદ થી એ ખાલી હાથે પાછા નહિ આવે.

આમંત્રણ મળતા જ લાલ બહાદુર શાસ્ત્રી હૈદરાબાદ જવા રવાના  થયા. એરપોર્ટ પર એમનું ભવ્ય સ્વગત કરવમાં આવ્યું।  નવાબ ખુદ તેમનું સ્વાગત કરવા આવ્યા હતા.

લાલ બહાદુર શાસ્ત્રી એ હજુ એમની વાત રજુ કરી ત્યાં નવાબ પહેલે થી તૈયાર જ હતા। અમને આદેશ આપ્યો અને નોકર એક પટારો(બોક્ષ) એમની સામે લાવીને મૂકી દીધો। પાછળ થી બીજા નોકરો બીજા ત્રણ પટારા લઇ આવ્યા।

નવાબ લાલ બહાદુર શાસ્ત્રી ને કહે છે આ અમારો રાજ ખજાનો છે જેમાં 5000 કિલો સોનુ હતું એ હું ભારતીય  સેનાએ ને દાન આપું છું.  તમે લઇ જાવ. અપડે ચીન સામે જરૂર જીતી જઈસુ। બીજી પણ કોઈ સહાય ની જરૂર હોઈ તો પણ કહેજો।

એ દેશ ને કોઈ આંગળી પણ ના લગાવી શકે જે દેશના લોકો દેશ ને ખતરા માં જોઈ પોતાનું બધું આપી દેવા તૈયાર હોઈ.

5000 કિલો  એટલે 5 ટન સોનુ એટલે 1300 કરોડ રૂપિયા નજીક થાઈ જે ઇન્ડિયન આર્મી ને અત્યાર સુધી નું સૌથી મોટું દાન ગણવામાં આવે છે.

હવે થોડી વાત હૈદરાબાદ ના નવાબ મીર ઓસમન અલી ખાન વિષે જે મારા જાણવા માં આવી છે.

આ એજ નવાબ હતા જે પોતાનું અલગ હૈદરાબાદ ભારત સાથે જોડાવાની ના પડતા હતા અને  સરદાર પટેલ એ ઓપરેશન POLO  કરી હૈદરાબાદ ને ભારત માં જોડ્યું હતું. અલગ હૈદરાબાદ એ એમના પોતાના વિચાર હતા અને બીજા ના કહેવાથી। પણ એક ભારતીય થયા પછી  એક સાચા ભારતીય નાગરિક ની ફરજ પુરી કરી હતી. આપડી સાથે કોઈ જગાડે, કુટુંબ માં કોઈ સાથે પ્રોબ્લેમ થયો તો આપડે એમની સાથે કોઈ દિવસ બોલતા નથી , એમની કોઈ મદદ કરતા નથી. જયારે નવાબ એ એમનો ખજાનો ભારતીય સેના માટે ખુલ્લો મૂકી દીધો હતો.

નવાબ એ વખત ના વિશ્વ ના સૌથી ધનાઢ્ય લોકો માંથી એક હતા. એવું પણ કહેવાય છે કે આખી જિંદગી અમને એક જ ટોપી અને એક જ ચાદર ઓઢી ને કાઢી હતી. એક રાજ પરિવાર માંથી હોવા છતાં એક સાદુ જીવન જીવ્યા હતા.

 

Leave a Reply

%d bloggers like this: